ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અંતર્ગત ટીબી રોગના દર્દીઓ નું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્યપ્રદેશ સરહદી ભોરદા ખાતે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૯૦ થી વધુ લાભાર્થી ઓ ને ટીબી રોગના નિદાન માટે એક્ષરે કાઢવામાં આવ્યા હતા, એક્ષરે નિદાન કેમ્પ ની શરૂઆત કરતા પહેલા લાભાર્થીઓ સહિત તમામ દ્વારા રાજ્ય સરકાર દ્વારા મળેલ સૂચના અનુસાર ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવા માં આવી હતી.
એક્ષરે નિદાન કેમ્પ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરદા નાં મેડિકલ ઓફિસર ડો ખલીલ સોની તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી વાલસિંગભાઈ રાઠવા, મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય સુપરવાઈઝર જયેશભાઇ મોચી, સંજયભાઈ દુલેરા,આશા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

