છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ શિક્ષન સંકુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસા વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

