Gujarat

સુપાસી ખાતે આહીર અગ્રણી હીરાભાઈ જોટવા ના આંગણે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સ્મુતિમહોત્સવ -2024 યોજાયો

આહીર સમાજના આહીરાણી મહારાસના આયોજકો, કલાકારો,મહારાસ લેનાર આહિરાણીઓ, આહીર સમાજના પત્રકારો, ડોક્ટરો, પ્રોફેસરો અને સમાજ શ્રેષ્ઠીઓના કરાયા સન્માન
આહીર સમાજના આગેવાન, ભામાશા અને પીઢ કૉંગેસી નેતા હીરાભાઈ જોટવા પરિવાર દ્વારા કરાયું ભવ્ય આયોજન
લગ્નની મૉસમ વચ્ચે આહીર સમાજની જન મેદની ઉમટતા વિશાળ ડોમ પણ ટૂંકો પડ્યો
ગીરસોમનાથ, જૂનાગઢ અને પોરબંદર વિસ્તાર ના આહીર સમાજના લોકોને સત્કારાયા
હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર સાહિત સમગ્ર ગુજરાત માંથી આહીર અગ્રણીઓ અને સંતોની એ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને દીપાવ્યો
રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે આહીર સમાજની બહેનો ને આગળ આવવા કરાયું આહવાન
સુપાસી ખાતે અર્જુન શૈક્ષણિક સંકુલના પટાગણ માં કરાયું હતુ વિશાળ આયોજન
વડિયા
23 ડિસેમ્બર 2023ના દિવસે દ્વારકાધીશ ના સાનિધ્યમાં દ્વારકા નગરી સ્થિત યોજાયેલ અખિલ ભારતીય આહીરાણી મહારાસના ભવ્ય અને સફળ આયોજન ની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ છે. આહીર સમાજની નારી શક્તિ ના આ સફળ ભવ્ય આયોજનને બિરદાવવા માટે વિવિધ વિસ્તારો માં કાર્યક્રમ યોજી તેની સફળતાને બિરદાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત આહીર સમાજના પીઢ અગ્રણી અને ભામાશા તરીકે ની છાપ ધરાવતા હીરાભાઈ અરજણભાઈ જોટવાના પરિવાર દ્વારા ગીરસોમનાથ જિલ્લાના સુપાસી ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સ્મુતિમહોત્સવ -2024 અને સન્માન કાર્યક્રમ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ માં ગીરસોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા ની નવ હજાર ઠી વધુ બહેનોએ આહીરાણી મહારાસ માં ભાગ લીધો હતો તે મહારાસ ને સફળ બનાવવા ગુજરાતના દરેક જિલ્લા માંથી કમિટી મેમ્બર, કલાકારો, આયોજકો એ અથાક મહેનત કરી હતી તે તમામ મહારાસ સાથે જોડાયેલ લોકોને વિશાળ મેદની વચ્ચે સન્માનિત કરવામાં આવ્યા હતા
સાથે ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર વિસ્તાર ના આહીર સમાજના પત્રકારો,ડોક્ટરો , અધ્યાપકો ને સ્વઃ અરજણભાઈ જીવાભાઈ જોટવા પરિવાર ના હીરાભાઈ, દેવશીભાઇ, નાગાજણ ભાઈ, હર્ષાબેન જોટવા દ્વારા સન્માનિત કરવામા આવ્યા હતા. આ તકે આ કાર્યક્રમ માં ભારતીય યાદવ મહાસભા ના અધ્યક્ષ અને કેન્દ્ર ના ઓબીસી સંગઠન ના પ્રમુખ ઈંદ્રજિતરાવ સાહેબ સહીત હરિયાણા, બિહાર, ઉત્તરપ્રદેશ માંથી યાદવ સમાજના આગેવાઓ ની વિશેષ ઉપસ્થિતી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત આહીર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, ભગવાનભાઈ બારડ,હેમંતભાઈ ખવા, રાજશીભાઈ જોટવા,વિક્રમભાઈ માડમ,ભીખુભાઇ વારોતરીયા,રાણામલભાઈ વારોતરીયા સહીત આહીર સમાજના અગ્ર હરોડ ના આગેવાનો સાધુ સંતો,પત્રકારો, ડોક્ટરો, પ્રોફેસરો અને સમગ્ર સૌરાષ્ટ્ર માંથી આહીર સમાજના આગેવાનો અને લોકો ખુબ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આહીર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ નારી શક્તિ ને બિરદાવી આવનાર સમય માં રાજકીય, સામાજિક અને આર્થીક ક્ષેત્રે આગળ આવવા આહવાન કર્યું હતુ
તો કથાકાર અને શ્રેષ્ઠ વક્તા શ્રી મહાદેવ પ્રસાદજી દ્વારા આહીર સમાજની કૃષ્ણ વંશની ઉજળી પરંપરા અને સંસ્કારો ની યાદ આપાવી એક લોહીયા આહીરના સૂત્ર ને સાર્થક કરવા અને સમાજને પ્રગતિ ના પંથે જવાના આશીર્વાદ આપ્યા હતા.ત્યારે સમગ્ર કાર્યક્રમ ના આયોજક એવા ભામાશા હીરાભાઈ જોટવા દ્વારા ઉપસ્થિત તમામ લોકોનો આભાર માની સાથે ભોજન પ્રસાદ લીધો હતો તો ઉપસ્થિત કલાકારો દ્વારા ફરી મહારાસ ના ગીત એક લોહીયા અમે આહીર તારા ગીત પર ભવ્ય રાસ નુ આયોજન થતા ફરી સુપાસી ગામમાં મહારાસ રચાતો જોવા મળ્યો હતો.