Gujarat

માનવસેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર ને સાર્થક કરતાં નડીઆદ તાલુકાના નવાગામના વતની અલ્પેશ કુમાર નટુભાઈ સોઢા

અલ્પેશભાઈ  નાત જાત ધર્મ પંથ વર્ગ રંગ સમુદાયના ભેદભાવ વિના ૨૪/૭ ગમે ત્યારે ૧૦૮ ની જેમ પોતાની વ્યક્તિગત ઈકો કાર માં દર્દી ને વિના મૂલ્યે નવાગામ હાથજ વાલ્લા સંદલીપૂરા હુસેનપુરા મરીડા જાવોલ પાલૈયા ની સાથે સાથે આજુબાજુ ના અંતરિયાળ ગામોમાં દર્દીઓને સારવાર અર્થે વિનામૂલ્યે દવાખાના સુઘી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે.
બીજું કે સેવા પોતાનાં નિવાસસ્થાન થી આજુ બાજુના અંતરિયાળ ગામો સુઘી સિમિત હતી તેમ છતાં એક કોલ નડીઆદ હોસ્પિટલ સુઘી ની સેવા માટે કરવામાં આવ્યો ત્યાં હોસ્પિટલે પહોચ્યા બાદ તબીબોએ જણાવ્યું હતું કે દર્દીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે જરૂરી છે ત્યાર બાદ ડૉકટર સાહેબનો અભિપ્રાય જાણવા પૂછવામાં આવ્યું કે દર્દી ને એમબ્યુલન્સ માં લઈ જવો હિતાવહ રહેશે કે સામાન્ય કાર માં લઈ જઈએ તો વાંધો નહીં આવે ત્યારે ડૉકટર સાહેબનો અભિપ્રાય એ હતો કે તમો જે વાહનમાં લઈ ને આવ્યાં છો એમાં જ લઈ જઈ શકો ત્યારે અલ્પેશભાઈ નિસંકોચ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુઘી દર્દી ને પહોચાડી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. તેમનો મો નંબર ૭૩૫૯૦૨૦૫૮૩ છે.
સાથે સાથે તેમને જ્યારે ફ્ક્ત સીએનજી ગેસ ના પૈસા આપવાં જણાવ્યુ તેમ છતાં તેમણે ના પાડી કે આ સેવા ફ્રીમાં જ કરવાની છે ગણી આજીજી કરીને પૈસા આપવની વાત કરી પરંતું તેમણે જણાવ્યું હતું કે આતો અમદાવાદ સુધી ની વાત છે પરંતું જ્યારે દર્દીની ક્રિટીકલ કન્ડીશન હોય અને સારવાર અર્થે ગમે તેટલી દૂર જવાનું હોય તો પણ હું નિસંકોચ બનતાં પ્રયાસો કરીશ ખરેખર આજનાં સમયમાં પણ આવાં અનેક સેવાભાવી યુવાઓ આપણી આજુબાજુ જોવા મળી રહ્યાં છે જરૂર છે  ત્યારે તેમની ત્યારે સામાજિક કાર્યકર શકીલ  ભાઈ  સંધી એ તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમના સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવવા એક ફોટો તેમની કાર સાથે ક્લિક કરીને આપની સમક્ષ રજુ કરવાનો ભાવ એટલોજ કે તમારી આજુબાજુ પણ આવાં સેવાભાવી યુવાઓ હોય તો તેમનાં કાર્ય ને પણ અચૂક બિરદાવો અને સામાજિક કાર્યક્રમો માં પણ આવાં યુવાઓનું જાહેરમાં સન્માન થવું જ જોઈએ જેથી બીજાં યુવાઓને પ્રેરણા મળતી રહે.