અંબાજી પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવેલા કોટેશ્વર વિસ્તારમાં 2009માં મર્ડરની ઘટના બની હતી. આ ઘટનામાં સંકળાયેલા ત્રણ આરોપીઓ હતા, જેમાંથી બે આરોપીઓને અંબાજી પોલીસે ઝડપી પાડ્યા હતા.
ત્યાર બાદ એક આરોપી જેનું નામ રમેશ પરમાર છે, જે છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો હતો. હાલમાં બનાસકાંઠા જિલ્લા એસપીના સૂચન મુજબ અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ તેમની શોધખોળ કરતા તે આરોપીને રાજસ્થાનના કોટડા ઉદયપુર જિલ્લામાંથી પકડી આરોપીને અંબાજી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.
રમેશ પરમાર નામનો આરોપી જે છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો હતો અને જે 2009ના વર્ષમાં મર્ડરના ગુનામાં સંકળાયેલો હતો. તેના ઉપર 302નો ગુના મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.