શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના ધામ અંબાજીમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવતા હોય છે. અનેકો નેતા અભિનેતા પણ મા અંબાના દર્શન કરવા મા જગતજનની અંબાના મંદિરે આવે છે. ત્યારે આજે રાજસ્થાન રાજસભાના સાંસદમાં જગતજનની અંબાના ધામે અંબાજી પહોંચ્યા હતા.
રાજસ્થાન રાજસભાના નવનિયુક્ત સાંસદ મદન રાઠોડ મા જગતજનની અંબાના મંદિરે પહોંચ્યા હતા. ત્યારે અંબાજી ભાજપ મંડળ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંસદે મા અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. મંદિરમાં આવેલી ભટજી મહારાજની ગાદીના દર્શન કર્યા હતા અને ભટજી મહારાજે સાંસદને આશીર્વાદ આપ્યા હતા.