ખાસ કરીને સીનીયર સીટીઝનો મોર્નિંગ વોકમાં નિકળવાના બદલે સીધા જ મતદાન મથકો પર પહોંચી પોતાની દેશપ્રત્યેની અને લોકશાહી પરની ફરજ નિભાવી પોતાનો કિમતી વોટ આપ્યો હતો.

લોકસભાની ચૂંટણી માટે સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વહેલી સવારે ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં દરેક મતદાન મથક ઉપર મોકપોલ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ-પાંચ મત ઉમેદવારોના ખાતામાં નાખ્યા હતાં. જેમાં અનેક સ્થળે મોકપોલ દરમિયાન ઈવીએમ બગડ્યા હતાં. જેને તાત્કાલીક બદલી કરી નાખવામાં આવ્યા હતા.
પોરબંદર સંસદીય મત વિસ્તારમાં જેતપુરમાં પ્રથમ બે કલાકમાં 9.51 ટકા જેટલું મતદાન જોવા મળ્યું હતું.
જેતપુર વિધાનસભા બેઠકમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક પણ સ્થળે અનિચ્છિય ઘટના જોવા મળી નથી અને વહેલી સવારથી બપોર સુધીમાં શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી હતી અમુક સ્થળોએ ઈવીએમ મશીન બગડયાની ફરિયાદો જોવા મળી હતી જ્યારે એક-બે મતદાન મથકો નજીક ચૂંટણી પ્રચાર થતો હોવાની ફરિયાદો મળી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે અર્ધલશ્કરી દળની અસંખ્ય ટુકડીઓ ઉતારી દેવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહેલી સવારથી જ મતદાન મથકો પર અર્ધલશ્કરી દળના સુરક્ષા જવાનો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.તેમજ નાના-મોટા છમકલા જોવા મળ્યા હતાં.

જેતપુર જામકંડોરણા મત વિસ્તાર વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. આ મત વિસ્તારમાં ૧૪૪૪૨૮ પુરુષ મતદારો ૧૩૩૬૯૦ સ્ત્રી મતદારો અને ૪ ત્રીજી જાતિના મતદારો સહિત કુલ ૨,૭૮,૧૨૨ મતદારો છે.જેમાં ગત ચૂંટણીમાં ૬૩.૨૮ જેટલું મતદાન નોંધાયું હતું. આ વિધાનસભા બેઠક પર લેઉઆ પટેલ સમાજનું પ્રભુત્વ રહેલ છે. જેતપુર જામકંડોરણા ઉપરાંત વડિયા તાલુકાનું એક ગામ પણ સમાવિષ્ટ હોય તેની વચ્ચે કુલ ૨૯૫ મતદાન મથકો આવેલ છે જેમાં ૧૩૭ જેટલા સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા હતા.

ઉપરાંત હિટવેવને લઈને ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોએ પૂરતો છાંયડો થાય તેવા શેડ, પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓ, શિશુ સંભાળ કેન્દ્ર સાથે આરોગ્યની ટીમ ખડે પગે રાખવામાં આવી હતી .જેમાં ગ્રામ્ય વિસ્તારમાં દરેક ગામ દીઠ એક એક આરોગ્ય ખાતાનો કર્મચારી મેડિકલ કિટ સાથે હાજર રહેલ. જ્યારે દરેક બુથ પર આરોગ્યને લાગતી કિટ ઉપરાંત ઓઆરએસ પાવડર તેમજ હાર્ટ અટેકમાં તાત્કાલીક પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જીભ નીચે રાખવાની ગોળીઓની પણ કિટમાં સમાવેશ કરવામાં આવેલ..
પીજીવીસીએલના નિવૃત દિવ્યાંગ કર્મચારીએ એમ્બ્યુલન્સમાં સ્ટેચર પર આવી, માતાધિકાર નો ઉપયોગ કર્યો હતો,દિવ્યાંગ જશવંતસિંહને નગરપાલિકામાંથી એમ્બ્યુલન્સ બોલાવી મતદાન મથકે લવાયા હતા મતદાન મથકે વ્હિલચેર ન હોવાથી સંતાનોની મદદ વડે સ્ટ્રેચર પર સુતા સુતા મતદાન,કર્યું હતું માતાધિકારનો ઉપયોગ કરી મતદાન આપી જણાવ્યું હતું કેદરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી

જેતપુરમાં અશક્ત મતદારો માટે સહારો બન્યો હતો જીઆરડી જવાને મતદાન મથક સુધી પહોંચાડીને માનવતા મહેંકાવી હતી જેતપુરના નવાગઢ ખાતે મતદાન કરવા ગયેલ વિકલાંગ મતદારને મતદાન મથક પર હાજર રહેલ જી આર ડી જવાન દ્વારા તેને મદદ કરી તેઓને મતદાન મથક સુધી લઈ ગયા મતદાન મથકે મત આપવા ન પહોંચેલ અશક્ત વૃદ્ધને મતદાન મથક સુધી પહોંચાડી માનવતા મહેકાવી હતી.
એમ વિકલાંગનો તેમનો કિંમતી મત અપાવ્યો હતો તેઓને પરત તેમનાં વાહન સુધી મુકી પોલીસ કર્મીઓ દ્વારા માનવતા મહેકાવી હતી.
કોઈ ગરમી તો કોઈ આળસનું બહાનું કરીને વોટિંગ કરવાનું ટાળતા હોય છે ત્યારે લોકસભા બેઠકના જેતપુરના દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ લાકડી કે વ્હીલચેરની મદદથી મતદાન મથકો સુધી પહોંચી મતદાન કરી અન્યોને પ્રેરણા આપી છે. આ દિવ્યાંગ અને વૃદ્ધોની ચૂંટણી તંત્રના સ્ટાફ અને પોલીસે ખૂબ મદદ કરી હતી. આ અશક્ત મતદારોએ કહ્યું કે, ભલે અમે ચાલી ન શકતા હોય પરંતુ અમને એ વાતનું ગર્વ છે કે અમે મતદાનનો અધિકાર પૂરો કર્યો હતો.
રીસાઇડિંગ ઓફિસર આરામ ફરમાવતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા..
જેતપુરમાં ચૂંટણી સમયે પ્રિસાઇડિંગ ઓફિસર આરામ ફરમાવતા કેમેરામાં કેદ થયા હતા
પ્રિસાઇડિંગ ઓફિસર પરમાર ભરત વી. ખુરશી પર પગ પર પગ રાખી આરામ ફરમાવતા હતા અને
મતદારો લાઇનમાં ઊભા હતા ત્યારે મીડિયાનાં કેમેરામાં કેદ થયા હતા. જેતપુરમાં જુનાગઢ રોડ પર આવેલ અક્ષરદીપ પ્રાથમિક શાળામાં બુથ નંબર 205 માં બનાવ બન્યો હતો.આ બાબતે મદદનીશ ચૂંટણી અધિકારી જય ગૌસ્વામી તેમજ તંત્ર દોડી આવ્યું હતું.
મતદાન કરતો વિડિયો વાયરલ થયો હતો

લોકશાહીના મહાપર્વની શહેરમાં સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. આ વખતે મતદાન મથકો પર મોબાઈલ લઈ જવા પર ચૂંટણી પંચે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ હોવા છતાં પોરબંદર સંસદીય મત વિસ્તાર જેતપુરમાં ભાજપ તરફી મતદાન કરતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા કલેકટરે પોલીસ તપાસના આદેશો આપ્યા હતા.
મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં આજે સવારે સોશ્યલ મીડિયામાં ભાજપ પ્રેરિત મતદાન કરાવતાં હોવાના સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થતા ધ્યાન પર આવતાં આ અંગે પોલીસ તપાસના હુકમો કર્યા છે અને વિડિયો વાયરલ કરનાર શખ્સોની શોધખોળ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના આપવામાં આવી છે.

