છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર માં આદ્યશક્તિના નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના છ તાલુકાઓમાં માઇ મંદિરો અને ગરબાના ગ્રાઉન્ડ ભારે જગમગાટ સાથે સજાવામાં આવ્યા છે. જ્યારે ઠેર ઠેર રાત્રી ગરબાનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં પણ નગરમાં પણ વિવિધ વિસ્તારોમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ હોય એક તરફ ઝરમર વરસાદનું વિઘ્નની સાથે ઢોલીના તાલે ઉમંગ અને ઉત્સાહ ભેર યુવાધન ગરબે જુમી ઉઠ્યું હતું.

છોટાઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ, કાલિકા માતાના મંદિર, નિર્મળ સોસાયટી, રાજપુત ફળિયા, ગુરુકૃપા, શ્રીજી સોસાયટી અને ઉમિયા નગર વિસ્તારમાં ગરબાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગતરોજ આઠમા નોરતે ગરબા ની ભારે રમઝટ જામી હતી. રાત્રિના સમયેમાં જગદંબાની આરતી ઉતારી સમગ્ર પંથકમાં ભારે ઉમંગ ઉત્સાહ અને ઢોલીના તાલે આનંદમય વાતાવરણમાં ગરબા જામ્યા હતા ઉલ્લેખનીય છે.

કે ચાલુ વર્ષે વરસાદી માહોલ હોય જેથી આયોજકો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. પરંતુ વરસાદની માહોલમાં પણ ગરબાની રમઝટ જોવા મળી હતી. આજરોજ છેલ્લું નોરતું હોય હજુ પણ વરસાદી વાતાવરણ હોય પરંતુ યુવાન યુવક યુવતીઓ તથા સર્વે ગરબા રસિયાઓમાં વરસાદી માહોલમાં પણ ગરબે રમવાની ઈચ્છા પ્રબળ બની છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

