તાજેતરમાં જાપાનના MATSUYAMA અને IMBARI સિટી આજથી એટલે કે તારીખ 23 થી 29 નવેમ્બર ના રોજ અંડર 12 બેઝબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યુ છે આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં આપણા સાવરકુંડલા નું ગૌરવ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાથી શ્રી પરમ ધર્મેશભાઈ ચુડાસમા (લુહાર રાજા ગોરધન વાળા)નું ટીમ ઇન્ડિયામાં સિલેકશન થયેલું છે અને તેઓ આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં ભાગ લેવા ગયા છે.

આ વિદ્યાર્થીની યાત્રા મંગળમય રહે અને આ સ્પર્ધામાં વિજયી (champion) બને અને સમગ્ર સાવરકુંડલા અને હિન્દુસ્તાનનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ. સહ વિશ્વકર્મા દાદા,માં ખોડીયાર અને લક્ષ્મીનારાયણ ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના સહ શુભકામનાઓ પાઠવતાં
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા.
બિપીન પાંધી

