Gujarat

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા ચલાલા હરિબા મહિલા કોલેજ ખાતે સાઈબર ક્રાઈમ વિષે માહિતી અપાઈ

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત હરિબા મહિલા કોલેજ ખાતે અમરેલી જીલ્લા પોલીસ સાઈબર ક્રાઈમના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીની બહેનોને સાઈબર ક્રાઈમ વિષે માહિતી આપવામાં આવી હતી. જેમાં અત્યારે થતા અલગ અલગ ફ્રોડથી બચવા માટેની જરૂરી વિગતો
સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ માટે સાઈબર ક્રાઈમમાંથી નૈતિકભાઈ બાબરિયા, સાધનાબેન દાફડા, સમીરભાઈ ખાન, સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસ્થાના ડાયરેક્ટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા અને આચાર્ય શ્રી શીતલબેને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
બિપીન પાંધી