Gujarat

દેલવાડા થી જૂનાગઢ જતી ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત… ગીરગઢડાના પીછવી અને હરમડિયા ગામ વચ્ચેથી પસાર થતા ખુલ્લા ફાટક વચ્ચે અકસ્માત સર્જાતા કોઈ જાનહાની નહિ.. બસ સામાન્ય ડ્રાઇવરને ઈજા..

ગીરગઢડાના પિછવી અને હડમડીયા ગામ વચ્ચે ખુલ્લા રેલ્વે ફાટક પર દેલવાડા-જૂનાગઢ રૂટની લોકલ ટ્રેન સાથે ખાનગી ટ્રાવેલ્સ હડફેટે બસ પલ્ટી ખાઈ હતી. આ અક્સ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ખાનગી બસમાં કોઈ મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ. ટ્રેનમા બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ગીરગઢડાના પીછવી અને હરમડિયા ગામ વચ્ચેથી આવેલ ખુલ્લા ફાટક વચ્ચે દેલવાડા-જૂનાગઢ રૂટની લોકલ ટ્રેન તેમજ ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કામધેનુ નામની ખાનગી ટ્રાવેલ્સ હરમડિયા થી સુરત જવા નીકળેલી હતી. ત્યારે દેલવાડા થી આવતી ટ્રેન પોતાના સમયે પસાર થઇ રહી હતી. એ દરમિયાન
ખાનગી બસ નં.જી જે 26 ટી 6232 પીછવી અને હરમડિયા ગામ વચ્ચેથી આ બસ ખુલ્લા ફાટક પરથી પસાર થઇ હતી. ત્યારે ટ્રેનના હડફેટે ખાનગી ટ્રાવેલ્સ બસ આવતા ધડાકાભેર અકસ્માત સર્જાતા બસ દૂર સુઘી ઢસડાઈ પલ્ટી ખાઇ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા બસમાં કુલ ત્રણ વ્યકિતઓ હોવાનું જાણવા મળેલ જેમાં એક બસ ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે ગીરગઢડા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. જ્યારે બસમાં ત્રણ વ્યકિતઓ અને ટ્રેનમાં બેઠેલા મુસાફરોનો પણ આબાદ બચાવ થયો હતો. અને સદનસીબે મોટી દુઘર્ટના ટળી હતી. આ અક્સ્માતમાં ટ્રેનના આગળના ભાગને નુક્સાન થયેલ જ્યારે બસનો આગળના ભાગનો મોરો કાચ તૂટી પડ્યો હતો.
ટ્રેન અને બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. અને આજુબાજુના તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયા હતા. જોકે હડમડીયા થી પીછવી જવાનો મુખ્ય રસ્તો હોય રેલ્વે ફાટક પર જ ટ્રેન અને બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને બસ ટ્રેન સાથે અથડાતા રેલ્વે વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ હતો. અને બસને દૂર ખસેડવામાં આવેલ. આ અકસ્માતને પગને ટ્રેનમા મુસાફરો કલાકો સુઘી અટવાયા હતા.