ઉના બાઈપાસ હાઈવે પર કાર અને રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર અને રીક્ષા પલ્ટી ખાતા કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓ માંથી બે વ્યકિતઓને ગંભીર ઈજા પહોંચતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ મહુવાના ભાદ્રોલ ગામ જયદિપભાઈ ધીરુભાઈ હડીયલ, દીપકભાઇ વી હડીયલ સહીત કુલ ચાર વ્યક્તિઓ પોતાની કારમાં દ્વારકા જતા હોય ત્યારે ઉના બાયપાસ હાઈવે પર ભિમપરા વિસ્તાર તરફ જતા હાઈવે રસ્તાની સાઈડમાં એક છકડો રિક્ષા ઉભેલ હતી. આ રીક્ષામાં અચાનક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર રીક્ષા સાથે ધડાકાભેર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા કાર અને રીક્ષા બન્ને પલ્ટી ખાઈ ગઈ હતી. પલ્ટી ખાઈ ગયેલ કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓ માંથી બે વ્યકિતઓને માથા તથા હાથના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. આ અકસ્માત થતા આજુબાજુ માંથી લોકો એકઠા થઇ ગયા હતા. અને ઇમરજન્સી 108ને જાણ કરતા એમ્બ્યુલન્સના રાયસિંગ બાંભણીયા તથા સંદીપભાઈ ડોડીયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતા. અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અક્સ્માતની ઘટનાં વખતે રસ્તા પર દુકાન પાસે કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી હતી. આ અંગે પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરેલ.

