બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢળાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકોના લીધે અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠળાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગતમોડી રાત્રે દાંતા અને હડાદ માર્ગ પર બાઈક અને કારનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ગઈ મોડી રાત્રે દાંતા અને હડાદ માર્ગ વચ્ચે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઈકસવારનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકને દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પણ આ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી હતી.


