સાવરકુંડલામાં આવેલ કપોળ કન્યા છાત્રાલય ખાતે વાર્ષિક મહોત્સવ અવસરે યાદ અને સાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમુહ જીવન પદ્ધતિની કેળવણીની સિંચાઈ રહેલ બહેનોએ કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોએ પોતાનામાં રહેલી વિવિધ કુશળતાને ઉજાગર કરવા સખ્ત મહેનત થકી આ કાર્યક્રમને સંવેદનાથી ભર્યો હતો. સંસ્કૃતિને પ્રદર્શિત કરતા આ કાર્યક્રમમાં દરેક આગેવાનો જોડાયા હતા. કન્યા છાત્રાલયની બહેનો દ્વારા નાટક, સુગમ સંગીત, નૃત્ય અને માઇમ જેવી વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમની સાથો સાથ ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન પણ યોજાયું હતું.જેમાં છાત્રાલયની ભૂતપૂર્વ બહેનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે કન્યા છાત્રાલયની બહેનોના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા છાત્રાલયના કેમ્પસ સંયોજક ભ્રાંતિબા વાઢેર તથા છાત્રાલયના સ્નેહી અને સહયોગી નિરૂપાબેન શાહે સારો સાથ સહકાર આપ્યો હતો.અને આ કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયો હતો.એમ રવિભાઈ જોષી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
