Gujarat

વિશ્વ ક્ષય દિનની ઉજવણીનાં ભાગરૂપે ટીબી રોગ વિશે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

પાવીજેતપુર તાલુકાના કાલારાણી નજીક રંગલી ચોકડી સ્થિત એકલવ્ય ગ્રુપ ઑફ કોલેજીસ/એકલવ્ય નર્સિંગ કોલેજ માં  આગામી દિવસોમાં આવી રહેલ ૨૪ માર્ચ  વિશ્વ ક્ષય દિન ને અનુલક્ષીને ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર અંતર્ગત   નાટકનાં માધ્યમથી તેમજ ટીબી વિશે  વકતૃત્વ સ્પર્ધા યોજીને સચોટ અને સરળતાથીથી ટીબી રોગના લક્ષણો તપાસ તથા સારવાર ને લઇને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર   ડો.અરુણ ચૌધરી કોલેજ ના ટ્રસ્ટીઓ અને આચાર્ય ના માર્ગદર્શન અંતર્ગત આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો. પંકજ, ટીબી લેબોરેટરી સુપરવાઈઝર નેહલભાઇ દલાલ કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય સ્ટાફ તેમજ કોલેજના પ્રિન્સિપાલ રઘાભાઇ બારૈયા તેમજ કોલેજના આસી. પ્રો વિક્રમ સોનેરા , નસિંગ કોલેજના પ્રતીક્ષાબેન તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને  પ્રોત્સાહનો પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું અને ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તરીકે બોલપેન આપવામાં આવ્યું કોલેજ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને અંતમાં ટીબીના રોગના નિદાન સારવાર અને ટીબી મુક્ત ગ્રામ પંચાયત વિશે ટીબી રોગ અંગે જીલ્લા ક્ષય અધિકારી ડો.ભરતસિંહ ચોહાણ તથા  ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા ટીબી રોગના લક્ષણો તેમજ તપાસ અને સારવાર વિશે જરુરી માહિતી આપવામાં આવી હતી.