Gujarat

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો

સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા’ના  થીમ પર ઉજવાયો આયુષ મેળો’
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકશ્રીની કચેરી-ગાંધીનગર અને આયુર્વેદ શાખા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો હતો. ૯મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ ‘વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા’ થીમ પર ઉજવાયો હતો. જેમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરના લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો.
 
જિલ્લા પંચાયત પ્રમુખએ ‘આયુષ મેળા’ની મુલાકાત લઈ દરરોજની દિનચર્યામાં યોગને સ્થાન આપવા અને આડઅસર વિનાના આયુર્વેદ ઉપચાર પદ્ધતિને આધારે જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કર્યો હતો. સાંસદ જશુભાઈ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, સાથે આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા  વિવિધ આરોગ્ય માટે પોષણ યોગ્ય વાનગીઓ પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. યોગ ઈન્સ્ટ્રકટરની ટીમ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.પારુલબેન વસાવા, ડીસ્ટ્રીક કોર્ડીનેટર ડૉ.રોહીણીબેન પટેલ, આયુષ તંત્ર જિલ્લા પંચાયતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર