Gujarat

સાવરકુંડલાની પે સેન્ટર શાળા નંબર-૧ માં શૈક્ષણિક પ્રવાસ યોજાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું .જેના અંતર્ગત  સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નંબર ૧ ના બાળકોને વિનામૂલ્ય રાજકોટ ખાતે આવેલ રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત ગોઠવવામાં આવી હતી. શાળાના ધોરણ ૬ થી ૮ ના કુલ ૪૮ બાળકોને તેનો લાભ આપવામાં આવ્યો હતો.
જેના અંતર્ગત  રીજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત કરવામાં આવી હતી જ્યાં બાળકોએ અવનવા પ્રયોગો જોઈને ખૂબ જ નવાઈ પામતા હતા. જ્યાં અલગ અલગ થીમ ઉપર આધારિત છ ગેલેરીઓ આવી છે. જેમાં રોબોટિક સાયન્સ ,લાઈફ સાયન્સ ,મશીનરી જેવા વિષયોની ઊંડાઈ પૂર્વક સમજૂતી આપવામાં આવી હતી.
આ તકે  શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા બાળભવનના ડાયરેક્ટર નિલેશભાઈ પાઠક ડીપીઈઓ સાહેબ તથા  ટીપીઈઓ સાહેબનો આભાર વ્યક્ત કરેલ.
બિપીન પાંધી