Gujarat

જેતપુર નજીક પીઠડીયા ટોલનાકાના કર્મચારીએ કારચાલકને ફાસ્ટટેગમાં રીચાર્જ બાબતે દાદાગીરી કરી મારમાર્યોની ફરિયાદ

સામા પક્ષે ટોલટેક્સના કર્મચારી ફરીયાદ આપી હોવા છતાં પોલીસે રાજકીય પ્રેશર ના કારણે લીધી નથીનાં આક્ષેપ
સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
જેતપુર નજીક પીઠડીયા ટોલનાકામાં કારમાં બેઠેલા યુવાનને ફાસ્ટટેગમાં રીચાર્જ કરવામાં સમય લાગતા ટોલનાકાના કર્મચારીએ રૂા.૧૦૦ ચાર્જ ભરી દેવાનું કહી ગાડી સાઇડમાં રખાવી દઇ કારમાં બેઠેલા યુવાનને એક શખસે માર મારી ધમકી આપતા વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી માહિતી મુજબ રાજકોટના વીરપુરમાં સતીમા રોડ પર રહેતો હર્ષિલ સુરેશભાઇ ડોબરીયા (ઉ.૨૫)એ વીરપુર પોલીસ મથકમાં ગીર સોમનાથના નીલેશ નામના શખસ સામે ફરિયાદ નોંધાવી છે. હર્ષિલે ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે અમદાવાદમાં ઇજનેર તરીકે નોકરી કરે છે.
ગઇકાલે પોતે ધોરાજી હોર્ન ઓકે હોટલમાં જમવા માટે પત્ની, બહેન, કાકાની દીકરી તથા સાળી પાંચેય કારમાં બેસીને ગયા હતા બાદ ધોરાજીથી ડીનર કરી પરત આવતા હતા. ત્યારે પોતે પીઠડીયા ટોલનાકા પાસે પોતાની જીજે-પઇએન-૧૨૦૨ આવતા પોતાની કારનું ફાસ્ટટેગ રીચાર્જ ન હોય, જેથી ટોલનાકાવાળા ભાઇએ પોતાને કહેલ કે તમે મને ૧૦૦ રૂપિયા ભરી દો અને ગાડી આગળ ઉભી રાખો જેથી પોતે કહેલ કે મારા રીચાર્જ છે તેમાંથી કાપી લો અને પોતે તુરત જ ગુગલ પેથી રીચાર્જ કરી નાખ્યું હતું અને તે ભાઈએ પોતાને કહેલ કે તમે અડધી કલાક ઉભા રહો પછી તમારા ફાસ્ટટેગમાંથી રૂપિયા કપાશે ત્યારે ટોલનાકાવાળા ભાઇએ પોતાને કહેલ કે તું અડઘી કલાક ઉભો રહે જેથી પોતે કારનો દરવાજો ખોલતા પોતાની કાર પાછળ ચાર ફોરવ્હીલ ઉભી હતી તે ભાઇ પોતાની કાર રીવર્સમાં લેવડાવતા હોય તે દરમિયાન એક શખસ પોતાની પાસે આવી અને પોતાનો કોલર પકડી બહાર ખેચતા જેથી પોતે કહેલ કે તમે કોણ છો મારો કોલર કેમ પકડી શકો કહેતા તેણે કહેલ કે હું નિલેશ ગીર-સોમનાથ વાળો છું કહી પોતાને ગાળો દેવા લાગ્યો હતો.
પોતે તેને ગાળો દેવાની ના પાડતા નીલેશ નામના શખસે ઉશ્કેરાઇ જઇ પોતાને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ત્યારે પત્ની ગાડીમાંથી બહાર નીકળી છોડાવવા વચ્ચે પડતા તેને પણ ઇજા થઈ હતી. દેકારો બોલતા તેના આસપાસના લોકો એકઠા થતા પોતાને વધુ મારથી છોડાવ્યો હતો. ત્યારે જતા જતા નીલેશે કહેલ કે, તું બચી ગયો છો. હવે ફરીવાર ટોકનાકે આવીશ તો લાકડીથી મારી મારીને પતાવી દેવો છે તેમ કહી નાસી ગયો હતો. આ બનાવ અંગે પોતે વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા હે.કો.જે.બી.ચૌહાણે તપાસ હાથ ધરી છે.
સામા પક્ષે નીલેશે પોલીસના ફરિયાદ આપવી હોવા છતાં ફરિયાદ લીધી નથી તેવા આક્ષેપ કર્યા છે સાથે જણાવ્યું કે. આ યુવકો સાથે અન્ય યુવકોએ પણ  માર માર્યો છે. રાજકીય પ્રેશર ના કારણે મારી ફરિયાદ લેવામાં નથી આવી. આ.યુવક વીરપુર નો હોય અને તેમજ ગોરધન ધામેલીયા ને જયેશ રાદડિયા ના અંગત હોય જેથી આ પોલીસ ફરિયાદ ફરિયાદ નથી લઈ રહી. હાલ નીલેશ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.