રાજકોટ તાલુકાના માલીયાસણ ગામ પાસે આવેલ પીપળીયા ગામમાં મળતી માહિતી મુજબ ગેરકાયદેસર સ્કૂલ ચાલતી હોય અને તેની જાણ અખિલ ભારતીય પંચાયત પરિષદના રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયા ની અધ્યક્ષતા હેઠળ ગુજરાત પ્રમુખ હિરેનભાઈ દુધાત્રા અને ઉપપ્રમુખ રાજુભાઈ રાવલના નેજા હેઠળ તાલુકા પ્રમુખ મનીષા બા વાળા ને થતાં તાલુકા પંચાયતના શિક્ષણ સંભાળતા ગઢવી સાહેબને લેખિતમાં રજૂઆત કરી 24 કલાકની અંદરમાં ગેરકાયદે સ્કૂલ દ્વારા બાળકોના ભવિષ્ય સાથે થતા છેડા અટકાવવા યોગ્ય પગલાં લેવા ની રજૂઆત કરવામાં આવી જેની અસરના ભાગરૂપે આજરોજ તાલુકા પંચાયતના શિક્ષણ ના ગઢવી સાહેબ તથા સ્ટાફ સાથે રાખી સ્થળ તપાસ કરતા સ્કૂલ ગેર ચેક કાયદેસર ચાલતી હોય એવું સામે આવેલું જેને સીલ કરવામાં આવી સાથે સાથે કુવાડવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ને સાથે રાખી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી ચાલુ છે
