” દેવ ઉઠી” એટલે ” દિવ્ય વ્યવસ્થા તંત્રનું જાગવું,સક્રિય થવું”.સૃષ્ટિના પાલન હાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી આજથી સક્રિય સ્થિતિ ગ્રહણ કરે છે. ઊર્જા ચક્રના ભ્રમણનો પ્રારંભ થાય આજથી છે. આપણુ રાષ્ટ્ર ભૌગોલિક રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
અથવા કહીએ તો આપણાં દેવો,ઋષિ મુનિઓ,અવતારોએ પૃથ્વીને આપણા રાષ્ટ્રની સાનુકૂળ ધરી ઢાળ અને ભ્રમણ કક્ષામાં મૂકી છે.આ વૈજ્ઞાનિક સત્ય છે.જેમ આપણે ઉપગ્રહોને જરૂર મુજબ ધરી અને ભ્રમણ કક્ષામાં મૂકીએ છીએ.એટલે જ ભારતમાં જ્ઞાન અને જ્ઞાનપિપાસા ચરમ સીમાઓ પણ ઓળંગી ગયું હતું. ઊર્જા ચક્રની શરૂઆત ઊર્જા સભર રહે માટે દેવત્ત્વ પોતે વિશિષ્ટ ભૂમિકા ભજવી જનસામાન્યમાં ચેતના,ઉત્સાહ,ઉલ્લાસ,આનંદ ,સત્ત્વ અને પાવનતા ભરે છે.
સમાજ વ્યવસ્થાપકોએ માર્ગ દર્શક બની ” શેરડી” ને ઉજવણીમાં સાંકળી અર્થ તંત્રને વેગવાન બનાવવા પ્રયત્ન કરેલ છે. માનવ કંઈ પણ ખાય કે પીવે પરંતુ શરીર જીવતું રાખનાર કરોડો કોષો તો તે તમામ ખોરાક ના ” ગ્લુકોઝ”(ખાંડ તત્વ) ને જ સ્વીકારવાનું છે.
જે ” શેરડી” માં પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે.આ રીતે શેરડી જીવન ગતિશીલ રાખે છે.
અરે,!! નિર્જીવ વાહનોને પણ શેરડી જ ગતિશીલ રાખી શકે છે.” ઇથેનોલ” દ્વારા.જે હવે આપણાને સમજાયું… આ રીતે સજીવ અને નિર્જીવ બંનેને ” સજીવ “( ગતિશીલ) રાખનાર શેરડીની સમજ સાથે આ પર્વ ઉજવાય છે.
એટલુ જ મહત્વ ” તુલસી” જીનું છે. તુલસીજીનું મહત્વ સમજાવવા તો ” ફાર્મા કોપીયા” કે ” ટ્રેટાઇસ” ઓફ મેડીસિન, પણ કદાચ ઉણા ઉતરે!
એ વાત હવે આપણને સમજાય છે એટલે ચાલો હવે આવો આપણે સૌ સાથે મળીને ધર્મ ,આધ્યાત્મ અને વિજ્ઞાનના અનોખા સંયોજન સમાન સુમેળભરી સમજ સાથે હર્ષ અને ઉલ્લાસભેર આ દેવ દિવાળીનું પર્વ ઊજવીએ
બિપીન પાંધી