પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સાથે યુવક ખાબક્યો હોવાની ઘટના સામે આવી હતી. મૂખ્ય કેનાલ પર આવેલ એકવાડેક્ટ પર થી યુવક પસાર થઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.

નજરે જોનાર એક યુવકે બચાવવાની પણ કોશિશ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોઈ યુવક પાણીમાં લાપતા બન્યો હતો. દશ વર્ષ પહેલા આજ જગ્યાએથી કાર ખાબકતા પાંચ યુવકોના મોત થયા હતા. આજે ફરી એક વાર ગોઝારો બનાવ બનતા યુવક પાણીમાં તણાયો હતો. સજવા ગામનો આ યુવક વાઘોડિયા ખાતે જઈ રહ્યો હતો. ઘટનાને બે કલ્લાક થી વધુ સમય વીતી જવા છત્તા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી.
સ્થાનિક તરવ્યાની મદદથી બાઈક બહાર કાઢવામાં આવી હતી.
