Gujarat

છેલ્લા ચાર વર્ષથી રાજય બહારનો રંગપુર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હાના નાસતા ફરતા આરોપીને આંતરરાજય ચેક પોસ્ટ હલદીમહુડી ખાતેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

 આર.વી.ચુડાસમા, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી અને જેલ ફરારી કેદીઓ તેમજ નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને કે.કે.પરમાર, પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર તથા સ્ટાફના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે રંગપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.૨.નં.૧૧૧૮૪૦૦૮૨૧૦૦૩૮/૨૦૨૧ પ્રોહિ કલમ ૬૫ એ.ઇ, ૮૧, ૮૩ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પહડીયાભાઇ દલસિંગભાઈ મેડા રહે. પુનિયાવાંટ, તા.કઠ્ઠીવાડા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાનો પોતાના ગામેથી અંગત કામકાજ અર્થે લેહવાંટ ગામે ખાનગી વાહનમાં આવતો હોવાની મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે હલહી મહુડી આંતર રાજય ચેક પોસ્ટ ખાતે ચેક પોસ્ટના માણસો સાથે ટીમ બનાવી યોગ્ય વાહન ચેકિંગ કરી વાહન ચેકિંગ દરમ્યાન હકિકત વાળો ઈસમ મળી આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1)1 મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.