Gujarat

અંજાર પોલીસે છેલ્લા સાત મહિનાથી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

અંજાર પોલીસે છેલ્લા સાત મહિનાથી પ્રોહીના ગુનામાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ગાંધીધામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 5/10/2023ના રોજ અંજાર પોલીસ સ્ટાફના માણસો અંજાર પોલીસ સ્ટેશનના શાંતિધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, વાલારામ વગતારામ ચૌધરી પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે.

પોલીસે બાતમીના આધારે ચોક્કસ હકીકત મેળવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા એક ઇસમ પોલીસ સ્ટાફને જોઈને ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને પકડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ વિકાસકુમાર છોગારામ કડવાસરા જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ કરતા મકાનની અંદરથી અને આંગણામાં પડેલી એક્ટીવાની ડેકીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 54 બોટલો અને 23 બિયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે 25,300ની 54 વિદેશી દારૂની બોટલો, 2300ની કિંમતના 23 બિયરના ટીન, 30,000ની કિંમતનું એક્ટીવા 5,000ની કિંમતનો મોબાઇલ ફોન તથા 13,100 રૂપિયા રોકડા એમ કુલ 75,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હાજરમાં મળી આવેલા ઈસમથી પૂછતાછ કરતા તેણે પોતે વેચાણનું કાર્ય કરતો હોવાનું જણાવ્યું અને મૂળ મકાનમાલિક વાલારામ વગતારામ ચૌધરી ઇંગ્લિશ દારૂ રાજસ્થાનથી મંગાવીને વેચતો હોવાનું જણાવ્યું હતું.