Gujarat

અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલા રૂ. 2.2 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

અંકલેશ્વર GIDC પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત કેન્દ્ર સરકારના CEIR પોર્ટલ માધ્યમથી ગુમ થઇ ગયેલા મોબાઇલ-ફોન એક્ટીવ થતા તેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કર્યા છે.

પોલીસે રૂ. 2.2 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધી GIDC પોલીસે રૂ.10.47 લાખની કિંમતના 57 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા.