રાણપુર નજીક રેલ્વે ટ્રેક પર 4 ફૂટનો પાટાનો ટુકડો ઊભો કર્યો,ઓખા-ભાવનગર ટ્રેન અથડાઇ; ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાથી તપાસ શરૂ
બોટાદ એસ.પી, ડી.વાય.એસ.પી, રેલ્વે પોલીસ,રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા.

ગુજરાતમાં 4 દિવસ પહેલાં સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ગુજરાતમાં ફરી ટ્રેન ઉછળાવવાનો અસામાજિક તત્વો દ્રારા પ્રયાસ કરવામાં આવ્યો છે.બોટાદ જીલ્લાના રાણપુર નજીક રેલ્વે ટ્રેક પર કોઈએ ચાર ફૂટ લોખંડના પાઈપ નો ટુકડો ઊભો કરી દીધો તે સમયે ભાવનગર જતી ટ્રેન અથડાતા એન્જિન થયું બંધ, પોલીસ અને રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા.

ગતરાત્રિના ઓખ- ભાવનગર 19210 ટ્રેન બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર રેલ્વે ટ્રેક પર મોડી રાત્રીના ટ્રેનનુ એન્જીન બંધ થયાની ઘટનાં બની હતી.અચાનક એન્જિન બંધ થઈ જતા ટ્રેન ત્રણ કલાક જેટલી સ્થળ પર પડી રહી હતી. ત્યારબાદ બીજું એન્જિન મંગાવી ગાડી રવાના કરાઈ હતી.
સમગ્ર ઘટના અંગે તપાસ નો ધમધમાટ શરૂ થયો હતો.જાણવા મળતી વિગત મુજબ રેલવે ટ્રેક પર કોઈ અસામાજિક તત્વો દ્વારા ચાર ફૂટ જેટલા પાટા નો ટુકડો ઉભોગ રાખી દેવામાં આવ્યો જેના કારણે એન્જિનને નુકસાન થયું હતું. સમગ્ર ઘટનાને લઈને બોટાદ એ.સપી, ડી.વાય.એસ.પી, રેલ્વે પોલીસ,રેલ્વેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો. મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેન સહીસલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા. ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઇ રહી છે.ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. હાલ બોટાદ પોલીસ, LCB, SOG સહિતની ટીમ આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે.

આ ઘટના અંગે બોટાદ જિલ્લા SP કે.એફ.બળોલીયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર જતી હતી ત્યારે કોઈએ રેલ્વે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેન અથડાતાં તે ઊભી રહી ગઈ હતી. ત્યારબાદ રેલ્વે પોલીસ અને રેલ્વે વિભાગ દ્વારા રાણપુર પોલીસને જાણ કરતા હાલ LCB, SOG સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.

