સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં બોગસ આર્બિટ્રેટર જજ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ શાહવાડીની જમીનમાં ગેરકાયદે ઓર્ડર કર્યાનું ખૂલ્યું છે. નકલી આર્બિટ્રેટર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની મુશ્કેલીમાં વધારો થયો છે. તે કાયદાકીય જાેગવાઈઓનું પાલન કર્યા વગર જ ઓર્ડર પસાર કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ભેજાબાજ ગઠિયો ૨૦૧૯થી ૨૦૨૪ સુધી બોગસ આર્બિટ્રેટર જજ બની ચુકાદા આપતો હતો. આમ કરીને તેણે આર્બિટ્રેશનએન્ડ કન્સીલિયેશન એક્ટ ૧૯૯૬ની જાેગવાઈનો ભંગ કર્યો છે. તેણે કોઈપણ પ્રકારના અધિકાર કે મંજૂરી વગર કે માન્ય પ્રમાણપત્ર વગર પોતાના આર્બિટ્રેટર જાહેર કરી દીધો હતો. તે કાયદાકીય જાેગવાઈઓનું પાલન કર્યા વિના બોગસ આદેશ આપતો હતો. આરોપીએ છેલ્લા છ વર્ષમાં અનેક બોગસ આદેશ પસાર કર્યા હોવાનું ખૂલ્યું છે.
આરોપી ખોટા ક્લેમ સ્ટેટમેન્ટ અને આર્બિટ્રેશન પ્રોસિડિંગ ઊભા કરતો. પોતાના ક્લાયન્ટો સામે ચાલી રહેલા કેસોમાં ગેરકાયદેસર ચુકાદા આપતો હતો. ભેજાબાજ ગઠિયા સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે છેતરપિંડીના ગુનાઓની અનેક વાતો બહાર આવી છે. કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી હકીકત બહાર લાવવા કવાયત આદરી છે. આ પહેલાં મોરિસને જાેવા માટે મેટ્રો કોર્ટમાં વકીલો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મોરિસે કોર્ટમાં જાતે રજૂઆત કરી હતી. જેમાં લોની ડિગ્રીમાં ઁરડ્ઢ કરાયાનો દાવો કર્યો હતો.
તેના નામની આગળ ડોક્ટરનું બિરૂદ્ધ લગાડ્યું હતું. આ ઉપરાંત મોરિસે ધરપકડ બાદ ગાંધીનગર લઈ જઈ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાત અને પટ્ટો માર્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતું.ઉલ્લેખનીય છે કે, મોરિસ સામે ગુજરાત હાઇકોર્ટમાં પણ કોર્ટના તિરસ્કારની અરજી પણ થઈ હતી. હવે વધુ માહિતી મળી છે કે, ડ્ઢઝ્રમ્ ખાતે વર્ષ ૨૦૦૭માં ૈંઁઝ્ર ૪૦૬ અને ૪૨૦ મુજબ ફરિયાદ નોંધાઈ હતી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને તેનું સભ્યપદ અને ડિગ્રીની ખરાઈ કરવા ડ્ઢઝ્રમ્એ પત્ર પણ લખ્યો હતો.

