પાલિકાની દબાણ શાખાની ટુકડીએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને શહેરના સારણપુલ થી લઈને સરદાર ચોક સર્કલ સુધીના માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી માર્ગ પર પડતર પડી રહેલી રેકડી, કેબીનો, કબજે કરવામાં આવી હતી.
જેતપુર નગરપાલિકા તંત્ર આખરે મોડી મોડી જાગી અને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું વનડે વનડે શહેરમાં ડિમોલેશન હાથ ધરવામાં આવશે ઓટલા અને પતરા પર અને રેકડીઓ તેમજ કેબીનો હટાવવાનું ચાલુ કર્યું હતું આમ તો ગરીબ લોકોને એક દિવસ અગાઉ કહેતા જ પોતાનો ધંધો સકેલી લીધો હતો. સ્વેચ્છાએ જ જગ્યા છોડી દીધી હતી આમ જુનવાણી કેબીનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું જેમાં નાયબ મામલતદાર, ચિફઓફિસર, PI, PSI સહિત પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
નગર પાલીકા દ્વારા આજ સવાર થી અલગ અલગ ટિમો દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રાફિકને અડચણરૂપ મુખ્ય રોડ ચારણના પુલથી સરદાર ચોક સુધી JCB અને ટ્રેકટર, સહિત ના વાહનો લઈને દબાણ હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

