જીએસટી લાગુ થયા બાદના સાત વર્ષમાં પહેલીવાર વિભાગ પાસે સોશિયલ મીડિયાને લગતો મોટો ઇશ્યુ સામે આવ્યો છે. જેમાં પ્લે સ્ટોર પર એપલોડ કરાતા એપના મામલે એપ ધારકોએ વિભાગ પાસે રિફંડ માગ્યુ છે. સુરત જીએસટી વિભાગે હાલ આ સમગ્ર મામલો ઉચ્ચસ્તરિય મંત્વ્ય માંગ્યુ છે.
એપ ધારકોની મોટી સંખ્યા વરાછામાં છે અને એપ સ્ટોરને ચૂકવાતુ પેમેન્ટ વિદેશ જતુ હોય અને ગુગલ પણ ભારતના એપ ધારકોને ડોલરમાં પેમેન્ટ કરતુ હોય એક રીતે સમગ્ર મામલો એક્સપોર્ટનો હોય સ્થાનિક એપ ધારકોએ રિફંડની માગણી કરી છે, તેઓ કહે છે કે આવા કેસમાં વિભાગે રિફંડ આપવુ જોઇએ. વિભાગના ઉચ્ચસ્તરીય સૂત્રો કહે છે કે જે લોકો એપ સ્ટોરનો સંર્પક કરીને એપ ડાઉનલોડ કરવાની સુવિધા મેળવતા હોય છે તેઓએ એપ સ્ટોરને પેમેન્ટ ચૂકવવાનું હોય છે જે સીધુ વિદેશ જાય છે, બાદમાં એપ ધારક પણ પોતાની એપ પર જાહેરાત મેળવવા એપ સ્ટોરનો સંપર્ક કરે છે.
જે જાહેરાતનું પેમેન્ટ એપ સ્ટોર ચૂકવતુ હોય છે. જે લોકો ડાઉનલોડ કરતા હોય છે તે કમાણીની રકમ પણ બંને તરફે જોડાતી હોય છે. હવે ધંધાકીય લેતીદેતીમાં એપ ધારકોએ GST પાસે રિફંડ માગ્યુ છે. ગુગલ ડોલરમા ંચૂકવણી કરતુ હોય તેની પર રિફંડ મંગાયુ હોવાનું વિભાગીય સૂત્રો જણાવી રહ્યા છે.

