Gujarat

ઊનામાં સીઝ થયેલા તેલ મુદ્દે ધંધા રોજગાર બંધ રાખવા આવેદન

8 દિ’થી આ સ્થિતિથી વેપારીઓની સાથે ગ્રાહકો પણ પરેશાન

ઊના પંથકમા ભેળસેળ તેલની પકડાયેલ ઓઈલ મીલ ના ડુપ્લીકેટ કપાસીયા પામોલિન અને વિવિધ પ્રકારના ના ખોળ ના બીજ માથી બનેલા લુઝ તેલ મા મિલાવટ કરી ને બ્રાન્ડેડ ટીન મા ઓર્ગેનિક તેલ ના નામ નો પોતાનો સિમ્બોલ મારી વેપારીઓ ને તેલ માર્કેટમાં વેચાણ કરવા સપ્લાયકરાતુ હતુ આ કૌભાંડ નો પર્દાફાશ થયા બાદ મામલતદાર અને પુરવઠા તંત્ર દ્વારા ઊના ના દશ થી વધું વેપારી પેઢી તેમજ જીનિંગ મિલમા લુઝ તેલ મંગાવી તેલ નું પેકેજિંગ કરતી પેઢી મા તેલ ના ડબ્બા નો મોટો જથ્થો સીઝ કરી દેવાતા વેપારી મા ફફડાટ વ્યાપી ગયો હતો
આઠ દિવસ સુધી કચેરી મા જે વેપારીઓનો કાયદેસરના બીલ ધરાવતો બ્રાન્ડેડ તેલનો જથ્થો છોડવવા ધક્કા ખાતા હોવા છતાંય નિકાલ નહિં કરાતા આ બાબતે ગ્રેઈન મચન્ટ એસોસિયેશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોના નેતૃત્વ હેઠળ વેપારી પ્રતિનિધિ મામલતદાર કચેરી ખાતે
અધિકારીને રૂબરૂ મુલાકાત કરીને વેપારીનો તેલ નો જથ્થો મુક્ત કરવા રજૂઆત કરી હતી.
ગત તા. 11નાં સ્થાનિક મામલતદારની ટીમ ધ્વારા ઉના શહેરના અલગ અલગ તેલના હોલસેલ વેપારીઓને ત્યાં ચેકીંગ દરમ્યાન જે તેલના સ્ટોકના બિલ હતા અને તે તેલનો સ્ટોક સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતની નામાંકીત કંપનીનો હોય જેની સંપુર્ણ વિગત સ્થાનિક તંત્રને આપવામાં આવેલ. આ બાબતે કલેકટર અને રાજ્ય નાં મુખ્યમંત્રી તેમજ પુરવઠા મંત્રી સૌરાષ્ટ્ર તેલ એસોસિયેશન ને સંબોધીત આવેદનપત્ર ઊના મામલતદાર ને પાઠવી ઊના ગ્રેઈન મચન્ટએસોસિયેશન અને તેનાં સમર્થન માં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાયદેસર નો બીલ ધરાવતો બ્રાન્ડેડ તેલ જથ્થો સીઝ કર્યો છે તે મુક્ત નહીં કરાય તો પુરવઠા વિભાગ ની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરીને ઉના શહેરના ગ્રેઈન મરચન્ટ એસોશી- એશનના તમામ વેપારીઓ જયા સુધી કાયદેસરનો તેલનો જથ્થો જે સીઝ કરાયેલ છે તે રીલીઝ નહીં કરે ત્યાં સુધી તમામ નાના મોટા વેપારીઓ પોત પોતાના ધંધા
રોજગાર બંધ રાખવાની તંત્ર સામે જંગ છેડી તંત્ર ના અધિકારી ની જોહુકમી સામે રોષ સાથે ઉગ્ર તેવર બતાવવા મેદાનમાં આવી ગયા છે હાલ ઉના શહેરમાં ખાદ્યતેલની ભારે અછત ઊભી થઈ રહી છે.અને મુખ્ય ટ્રેડિંગ પેઢી બંધ થતાં બજારો સુમસામ જોવા મળે છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધામા !..
બીજી તરફ સવાર થી વેરાવળ ખાતે ના ફુડ એન્ડ ડ્રગ વિભાગ ના અધિકારી ની ત્રણ જેટલી ટીમો ઊના પંથકમાં પડાવ નાખીને જે પેઢી નો જથ્થો સીઝ કર્યો હતો એવી પેઢી પર પહોંચી નિવેદનો નોંધી ને સ્ટોક જથ્થા અંગેની માહિતી એક્ઠી કરી પોતાની કામગીરી પૂર્ણ કરી હતી આ ફ્રુડ નિયમન અધિકારીઓ દ્વારા કોઈ પણ જથ્થા ના સેમ્પલ લેવાયા નહીં હોવાની વિગતો બહાર આવી છે.
વેપારીઓની એક જ માંગ :
જથ્થો મુક્ત કરો ઊના શહેર નાં ગ્રેઈન મચન્ટ એસોસિયેશન સાથે સંકળાયેલા નાનાં મોટાં વેપારી દ્વારા આવતી કાલ સુધીમાં કાયદેસર નો કરાયેલ જથ્થો મુક્ત નહીં કરાય તો નાનાં મોટાં કરીયાણાની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવા ચિમકી ઉચ્ચારી છે આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ એ પણ સમર્થન આપી વેપારી ની સમસ્યા તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ લાવવા માંગણી કરી છે.