તારીખ 18/ 11/24 ના રોજ સખી વન સ્ટોપ સેન્ટરમાં 181 મહિલા હેલ્પલાઇન દ્વારા એક બેનને આશ્રય આપવામાં આવેલ હતા. આ બેનની સાથે પાંચ બાળકો હતા. તેમજ બેન નવ માસથી ગર્ભવતી છે. બેનના પતિએ બેનને દારૂ પીને મારઝૂડ કરેલ અને ઘરમાંથી કાઢી મુકેલ હતા. જેથી બેનને ઝોઝ પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને સખી વન સેન્ટરમાં આશ્રય આપવામાં આવેલ હતો.
બેનને મારઝુંડ થયેલ હોય તારીખ 19/ 11 /24 ના રોજ OSC કર્મચારી દ્વારા જનરલ હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવેલ હતા. ત્યાં બેનની મેડિકલ સારવાર પૂર્ણ કરવામાં આવી હતી. અને ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ના જિલ્લા મિશન કોઓર્ડીનેટર દ્વારા બેનને પરિવાર સાથે સંપર્ક કરવામાં આવેલ સાથે સાથ osc સેન્ટરના કેસ વર્કર બેન્ડ દ્વારા બેનનું કાઉન્સિલિંગ કરી બેનની માહિતી લેવામાં આવેલ હતી. ત્યારબાદ ઝોઝ પોલીસ સ્ટેશનના જમાદારનો સંપર્ક કરી અરજદારના પતિની માહિતી લીધેલ હતી.
બેનનું તેમજ બાળકોનું પુનઃસ્થાપન કરવાના પ્રયત્નો કરેલ પરંતુ અરજદારના પતિ જેલમાં બંધ હોય પુનઃસ્થાપન થયેલ ન હતું ત્યારબાદ તારીખ 20/11 /24 ના રોજ બેનને વધુ મેડિકલ સારવાર ની જરૂરિયાત હોય પુનિયાવાટ હોસ્પિટલ ખાતે બેનનું સોનોગ્રાફી કરાવવામાં આવેલ હતું. જે દરમિયાન મિશન કોઓર્ડીનેટર તેમજ ઓએસસી ના કેશ વર્કર બેન સાથે રહેલા હતા. ત્યારબાદ કેન્દ્ર સંચાલક દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનું સંપર્ક કરી અરજદારના પતિને OSC સેન્ટરમાં બોલાવવામાં આવેલ ત્યાં અરજદારની શરતોને આધીન સમાધાન કરી બેન તેમજ તેના બાળકો સાથેનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર