જસદણ વિદ્યુત બોર્ડ (પી.જી.વી.સી.એલ.) મા રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા કર્મનિષ્ઠ અને વફાદાર કર્મચારી શૈલેષ સોલંકી ની સરાહનીય કામગીરીને ધ્યાને લઈ એમનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ચાર વર્ષથી જસદણ વિદ્યુત બોર્ડ (પી.જી.વી.સી.એલ.) માં ફરજ બજાવતા શૈલેષ સોલંકી ની સખત મહેનત અને વહીવટી કુશળતા ના કારણે વડી કચેરી દ્રારા આટકોટ સબ ડિવિજને નાણાકીય વર્ષ 2023 24 ના બાકી વિજ બિલ ની વસુલાત માટે મળેલા લક્ષ્યાંક ને સફળતા પૂર્વક પાર કરવામાં તેમજ જસદણ ડિવિજન ઓફીસ નીચે આવતા ટોટલ છ સબ ડિવિજન માં આટકોટ સબ ડિવિજનને પ્રથમ નંબરે તેમજ રાજકોટ OM સર્કલ માંથી આટકોટ સબ ડિવિજન ઓફીસને ચોથો નંબર અપાવવા અને મળેલા લક્ષ્યાંક ને હાંસલ કરવા અપાયેલા સમય મર્યાદા કરતાં પણ ઓછા સમયમાં મળેલા નાણાકીય લક્ષ્યાંક થી વધારે વસુલાત કરી લક્ષ્યાંક સિધ્ધ થયો.આવી સરાહનીય અને ઉમદા કામગીરી બદલ વિદ્યુતબોર્ડ (પી.જી.વી.સી.એલ.) સન્માન કરતા શૈલેષ સોલંકી ને ઠેર ઠેર થી વિવિધ માધ્યમો દ્વારા શુભેચ્છા અને શુભકામના પ્રાપ્ત થઈ રહી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

