સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા SGFI રાજ્ય કક્ષાની અંડર-14 તિરંદાજી સ્પર્ધાનું ડાંગ જિલ્લા રમત સંકુલ સાપુતારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બનાસકાંઠા જિલ્લાનો તિરંદાજી રમતનો ખેલાડી રાજ્ય કક્ષાએ 720 માંથી 648 પોઇન્ટ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો હતો.ખેડા ખાતે આગામી સમયમાં યોજાનાર 68મી અખિલ ભારતીય રાષ્ટ્રકક્ષાની તિરંદાજી સ્પર્ધામાં ભાગ લેશે.
જિલ્લા રમત વિકાસ અધિકારી કમલા પાલે જણાવ્યુ હતુ કે, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત સંકુલ સાપુતારા ડાંગ દ્રારા આયોજિત SGFI રાજ્ય કક્ષાની અંડર-14 તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં બનાસકાંઠા જિલ્લાનાં રાજમણી વિદ્યાલય સનાલીનાં ઈન સ્કૂલ તિરંદાજી રમતનાં ખેલાડી ગમાર દિપક રમેશભાઈએ ઇન્ડિયન રાઉન્ડ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
જેમાં 720 માંથી 648 પોઇન્ટ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. તેણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સ્કૂલ અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યુ હતુ.
આગામી સમયમાં 68મી અખિલ ભારતીય રાષ્ટ્રકક્ષાની તિરંદાજી સ્પર્ધા ખેડા ખાતે યોજાશે. જેમાં તે ભાગ લઈને સારુ પ્રદર્શન કશે તેમ કોચ ડું ભીલ ઠાકોરભાઈ ભાણાભાઈએ જણાવ્યું હતું.