પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ
મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એસ.આર.પી. ગોંડલ હેલીપેડ ખાતે આગમન થતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ તકે પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે,એસ.પી શ્રી જયપાલસિંહ રાઠોડ, અગ્રણી શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી અશ્વિનભાઈ ઠુંમર, નગરપાલીકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ રૈયાણી, શ્રી સમીરભાઈ કોટડીયા, શ્રી દિપકભાઈ રૂપારેલીયા, શ્રી ઓમદેવસિંહ જાડેજા, સામતભાઈ બાંભવા, બીપીનભાઈ વાછાણી, અશોકભાઈ પરવડીયા, કોઠારી સ્વામી આરુણી ભગત સહિત અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીને આવકાર આપી સ્વાગત કર્યું હતું.