માંગરોળ તાલુકા દલિત સમાજ દ્વારા 16 નવ દંપતિ સમૂહ લગ્ન માં જોડાયા માંગરોળ ના હુસેનાબાદ ગામ પાસે આવેલ નોળિ નદીના કાંઠે આવેલ સંગમ જીસીબી વાડી ખાતે રાખવામાં આવેલ આ શુભ માંગલિક પ્રસંગે નવ દંપતિને આશિર્વાદ આપવા માંગરોળ માળિયા ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગટીયા અને કેશોદ માંગરોળ ધારાસભ્ય દેવાભાઈ માલમ લોક સભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા તાલુકા પંચાયત ટીડીયો વી.આર.ઓડેદરા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ દલિત સમાજ ના આગેવાનોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા
આ પ્રસંગે સમાજના રીતી રિવાજ મુજબ 16 જેટલા નવ દંપતિઓ લગ્ન બંધનમાં બંધાયા હતા અને દાતાશ્રીઓ દ્વારા કન્યાઓ ને કરીયાવર આપવામા આવેલ હતો
માંગરોળ તાલુકા દલીત સમાજ આયોજીત આ સમુહ લગ્નમા તમામ સૌલોકોએ સાથે મળીને હરખભેર આ સમુહ લગ્નોત્સવ ની ઉજવણી કરી હતી અને આગળ પણ આવા સદકાર્ય થતાં રહે અને આપણા દાનવીર સમાજ દ્વારા અનુદાન ની સરવાણી વહેતી રહે જેથી આવા સદકાર્ય થતાં રહે અને મિત્ર ભાવે સૌ મિત્રો સાથ સહકાર આપવા બદલ તમામ નામી અનામી મિત્રો જેઓએ પોતાની વ્યક્તિગત ફરજ સમજીને આર્થિક અનુદાન અને સહકાર આપનાર સર્વેનો દિલથી સમાજના પ્રમુખ જયંતભાઈ ચાનપા, મનીષ ભાઈ ગોહેલ સહિતના આગેવાનો અને કમિટી દ્વારા
આભાર માન્યો હતો