Gujarat

વિકાસ સપ્તાહ ૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી

ગુજરાત વિકાસ યાત્રા ને અવિરત ચાલુ રાખી  “નાગરિક પ્રથમ અભિગમ”  સાથે લોકાભિમુખ અને સક્રિય શાસન ના પગલાં નાં ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દરવર્ષે સમગ્ર રાજ્યમાં ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવા નું નક્કી કરવામાં આવેલ છે.
તે અંતર્ગત આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા જિલ્લા તાલીમ કેન્દ્ર નાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એ દેશનાં સમૃદ્ધ વારસાનુ ગૌરવ અને દેશના બંધારણીય મૂલ્યોનુ જતન કરવા , ધર્મ જાતિના તમામ બંધનો માંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ અને દેશના માનનીય વડાપ્રધાનએ જોયેલ વિકસિત ભારત નાં સ્વપ્ન ને સાકાર કરવા મન વચન અને કર્મથી તત્પર રહીશ અને “રાષ્ટ્ર પ્રથમ” ના મંત્ર ને જીવન મંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ ની  “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર