છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વાસ સુધારણા યોજના હેઠળ વન મંડળીઓના વાસ વિતરણ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના વસેડી ખાતે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, ભાજપના નેતા નવલસિંહ ભાઈ રાઠવા, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, નાયબ વન સંરક્ષક વીએમ દેસાઈ, છોટાઉદેપુર રેન્જના RFO નિરંજન રાઠવા સહિત વન મંડળીઓના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 62 લાખના ખર્ચે વન મંડળીઓને વાસ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વાસ લઈને નાની મોટી પુરક રોજગારી મળી શકે તેના માટે આ વિતરણ કરવામાં આવ્યું હતું.



