જેની અંદર પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ મેળવનાર વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરાયું હતું.
છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ પ્રાથમિક શાળા ખાતે વન વિભાગ છોટાઉદેપુર દ્વારા તા. 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી ચાલતા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ધોરણ પાંચના વિદ્યાર્થીઓને વન્યપ્રાણી બાબતેના પ્રશ્નોત્તરી કરી ઉજવણી કરવામાં આવી હતી. જેની અંદર પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ મેળવનાર વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ શાળાના બાળકોને વન્ય પ્રાણી બાબતે જાગૃતતા આવે તેમજ વન્ય પ્રાણીની જાળવણી તેમજ તેમનું મહત્વ શું છે જે બાબતે ઉજાગર થાય તે હેતુથી છોટાઉદેપુર રેન્જ તરફથી વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર રેન્જ વન વિભાગના ફોરેસ્ટર યોગેશ.જી.બારીયા બીટગાર્ડ અંકિત.એચ.બારીયા , કાજલ. જી. વાહાની ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર