જેતપુરપાવી તાલુકાના કુંડલ ગામે વચલીભિંત મોટીખાંડી બાર રોડ, કુંડલ એપ્રોચ રોડ, ભિખાપુરા બોરકંડા રોડ, મુવાડા ગણેશ ફળિયા રોડ, વડોથ એપ્રોચ રોડ આ રસ્તાઓ માટે બે ત્રણ વર્ષથી રોડના નવીનીકરણ માટેની રાહ જોતા ૪૦ જેટલાં ગામડા ગ્રામજનોની આતુરતાનો અંત આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે આ રસ્તાઓનું આજરોજ ખાતમુહુર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જેમાં છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, મોટીબેજ જિલ્લા પંચાયત સદસ્ય મનિષાબેન રાઠવા, પુર્વ તાલુકા પ્રમુખ નવલસિંહ રાઠવા, સરપંચો વિગેરે ખાસ જોડાયાં હતાં.
તાલુકાના આદિવાસી વિસ્તારના આંતરિક ગામોને તાલુકા જિલ્લા મથક સાથે જોડતા રસ્તા ની સુવિધા પ્રાપ્ત થાય તેમજ શૈક્ષણિક, આરોગ્ય લક્ષી સેવા માટે આ વિસ્તારની પ્રજા માટે ઉપયોગી પુરવાર થાય તે માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

