Gujarat

છોટાઉદેપુર તાલુકાના કાનાવાટ કાછેલ ગામે ડામર રોડનું જિલ્લા પંચાયતના સભ્ય અને સરપંચોના હસ્તે લોકાર્પણ કરાયું

છોટાઉદેપુર તાલુકાના 31 ઝેર જિલ્લા પંચાયતમાં આવતા કાનાવાટ કાછેલ ગામે  ડામર રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 31 ઝેર જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપના યુવા નેતા ભુવનસિંહભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોને ડામર રોડ ન હોવાને લઈને ભારે તકલીફો પડતી હતી.
જેને ધ્યાનમાં લઈને આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં રીસરર્ફેસિંગ ડામર રોડ બનાવવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં લઈને ડામર રોડ બન્યો હતો. અને ડામર રોડ બની જતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ભુવનસિંહભાઈ રાઠવાની સાથે આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રૂપસિંગભાઈ રાઠવા, બરોજ જૂથ ગામ પંચાયતના સરપંચ ઝેંન્દાભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મામલે 31 ઝેર જિલ્લા પંચાયતમાં સભ્ય અને ભાજપના યુવા નેતા ભુવનસિંહભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે કાનાવાટ કાછેલ ગામે રીસરર્ફેસિંગ ડામર રોડ બની જતા વિસ્તારના લોકોમાં આનંદ અને ખુશી જોવા મળી છે. પહેલા લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો. જે મામલે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી.
જે રજૂઆતને ધ્યાનમાં લઈને અમારા વિસ્તારની અંદર ડામર રોડ બન્યો છે. અને લોકોને પડતી તકલીફો દૂર થઈ છે. જે મામલે અમે અમારા લોકપ્રિય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સૌ પ્રજાજનો વતી આભાર વ્યક્ત કરીએ છીએ. એમ જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપના યુવા નેતાએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર