Gujarat

એસોસિએશન ઓફ પીપલલિવિંગ વિથ એચ.આઈ.વી અને એઇડ્સ એપી પ્લસ સંસ્થા, વડોદરા દ્રારા છોટાઉદેપુરમાં શનિવારનાં હાટ બજાર ખાતે એચ.આઈ.વી એઇડ્સ પોસ્ટર આઈ.ઈ.સી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

એપી પ્લસ એનજીઓનાં સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત 1લી ડિસેમ્બર 2024 વિશ્વ એઇડ્સ દિવ  પખવાડિયું નિમિત્તે વર્ષ 2024ની થીમ ” Take the Right Path ” અંતર્ગત  છોટાઉદેપુર ખાતે ભરાતા શનિવારના હાટ બજારમાં બહોળા પ્રમાણમાં છોટાઉદેપુરનાં આજુ-બાજુ આદિવાસી વિસ્તાર માંથી આવતા લોકોને  એચઆઈવી/એઇડ્સ રોગ વિશે તથા તેના લક્ષણો, સારવાર અંગે જાગૃકતા દર્શાવતા પોસ્ટર પ્રદર્શન તથા હાટ બજારમાં આવતા જતા લોકોને એચ.આઈ.વી.એઇડ્સ તથા હિપેટાઇટીસ-બી અને હિપેટાઇટીસ-સી, ટીબી રોગ વિશે સમજણ અને અંધશ્રદ્ધાથી દૂર રહે તે માટેની જાગૃકતા કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેમાં એપી પ્લસ એનજીઓનાં સમગ્ર પ્રોજેક્ટનાં કોમ્યુનિટી લેવલ હેલ્થ પ્રમોટર વેચાતભાઈ રાઠવા અને તેમની ટીમ અશ્વિનભાઈ રાઠવા, રાજીવ રાઠવા દ્રારા પોસ્ટર આઈ.ઈ.સી અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર