Gujarat

ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે વિશ્વની સૌથી નાની નવી પ્રજાતિની પુંગરૂ ગાયો આંધ્રપ્રદેશથી આવી

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા ખાતે આંધપ્રદેશના કાકીનાડા ગૌશાળાએથી વિશ્વની સૌથી નાની ગાયોનું આગમન થયું. ત્યારે તેમનું હ્રદયનાં ઉમળકાથી  ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પૂ. શ્રી ડો. રતિદાદા, મહેશભાઈ મહેતા (ભારત ભૂષણ), મંજુબા, શીતલબેન તેમજ શ્લોકભાઈએ ગાયોને તિલક, ચોખા, હાર પહેરાવી આરતી ઉતારીને હ્રદયના શુધ્ધ ભાવથી પૂજા કરવામાં આવી હતી. આ તકે સમગ્ર સંસ્થાના સ્ટાફગણ તથા બાળકોએ પણ હોંશે હોંશે અને સંપૂર્ણ આસ્થાભેર ગાયોનું સ્વાગત કર્યું હતું.
બિપીન પાંધી