સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસે પકડેલા વાહનોમાં અચાનક આગ ભભુકી ઉઠા હતી. જેથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશન બહાર ચોટીલા પોલીસે ડીટેઈન કરેલા વાહનોમા ભયાવહ આગ લાગી હતી. આ વિકરાળ આગના બનાવથી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ ભયાવહ આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમા લેવા માટે કામગીરી હાથ ધરી હતી. ભારે મહામહેનતે આગ કાબુમાં આવતા આજુબાજુના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાણવા મળતી માહિતી મુજબ બાજુમાં પડેલાં કચરાના ઢગલા સળગતા આ ભયાવહ આગનો બનાવ બન્યાનું તારણ બહાર આવ્યું છે. ચોટીલા શહેરમાં કચરાના ઢગ લોકો માટે ખતરા સમાન બન્યા છે. આવી આગના બનવાનું જવાબદાર કોણ ? તેવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસે પકડેલા વાહનોમાં અચાનક આગ ભભુકી ઉઠતા પોલીસ બેડામાં હડકમ્પ મચી ગયો છે.