આદિજાતિ વિભાગ દ્વારા ચલાવાતી મોડેલ સ્કૂલોમાં બાળકો ના સ્વાસ્થ સાથે અધિકારીઓ ચેડાં કરી રહ્યા છે. જયારે સડેલા શાકભાજી અને હલકી કક્ષાના મસાલાથી આદિવાસી બાળકોના જીવનું જોખમ છે. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલમાં 350થી વધુ બાળકો અભ્યાસ કરે છે. અને રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે.
હોસ્ટેલમાં રહેતા 100થી વધુ બાળકોને ગંભીર બીમારી તાવ, પેટમાં દુખાવો તેમજ ઉલ્ટી થવાની ઘટના બહાર આવી છે. ત્યારે પુનિયાવાંટ શાળાની મુલાકાતે કોંગ્રેસના માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવા હોસ્ટેલના કિચનમાં પહોંચતા ત્યાં સડેલા શાકભાજી તેમજ માર્કા વિનાના મસાલા મળી આવ્યા હતા. જયારે ગંદકીથી કિચન ખદબદતું હતું. જયારે સુખરામ રાઠવાએ રોટલી હાથમાં લઈને જોતા રોટલી પણ કાચી સેકેલી હતી. અને આ બાળકોને આપવામાં આવતું ભોજન હલકી કક્ષાનું હતું. જયારે આદિવાસી બાળકોને આપવામાં આવતું આવું હલકી કક્ષાનું ભોજન આપવામાં આવે છે.

ઘઉં ના લોટ માં જીવડાં હતા. જયારે મસાલાના પેકેટમાં પેકીંગ ડેટ મારેલી ન હતી. જયારે સરકારની મિલી ભગતથી બાળકોને હલકી કક્ષાનું ભોજનથી બાળકોનું સ્વાસ્થ ખરાબ થાય છે. તેવા ગંભીર આક્ષેપો સુખરામ રાઠવા એ કર્યા હતા. જયારે એક દિવસ પહેલા ફૂડ એન્ડ ડ્રગસ વિભાગની ટીમ ચેકીંગ માટે ગઈ હતી. તો અધિકારીઓએ શું ચેકીંગ કર્યું. તે પણ સવાલો ઉભા થાય છે.
સુખરામ રાઠવાના જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાતમાં લોટમાં જીવડાં ,સડેલા શાકભાજી અને માર્કા વિનાના મસાલા જોવા મળ્યા હતા. સરકારના અધિકારીઓની મીલીભગત થી આદિવાસી બાળકો ના સ્વાસ્થ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. આવા અધિકારીઓની તપાસ થાય તે જરૂરી બન્યું છે.

