સાવરકુંડલા શહેરમાં નદી કાંઠે આવેલ લુહાર જ્ઞાતિ સમાજ વાડી ખાતે શ્રી મૂળદાસ સેવા ટ્રસ્ટ આયોજિત સર્વ જ્ઞાતિ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં તપાસ અને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવેલ રાજકોટના પ્રખ્યાત ડોક્ટર ડો. સંદીપ હરસોરા – એમ. ડી. એફ. સી. સી. એમ. એફ. સી. સી એસ. સી. સી. ઈ. બી. ડી. આઈસીયુના નિષ્ણાત ક્રિટિકલ ડોક્ટર બી.પી.ડાયાબિટીસ એલર્જી, શરીરમાં નબળાઈ, શરદી, ઉધરસ, તાવ પક્ષધાત, ફેફસાંના રોગો ગળાની તકલીફ હ્રદય રોગનો હુમલો, ભૂખના લાગવી ઝેરી દવા પીનારાની સારવાર વગેરે દર્દોની સારવાર તેમજ ડો. નયન ચૌહાણ એમ એસ ગાયનેક ગર્ભાવસ્થાની તપાસ તથા તેની તકલીફ અંગેની સારવાર વગેરે સ્ત્રીરોગ લગતાં દર્દોની તપાસ કરવામાં આવેલ.
આ કેમ્પ ગતરોજ સવારે ૧૦ વાગ્યે શરૂ થયો હતો. આ કેમ્પનો શહેરના ઘણા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન જ્ઞાતિ પ્રમુખ કનુભાઈ સોલંકી, ઉપપ્રમુખ જયસુખભાઇ વાળા, દિનેશભાઈ પરમાર, પ્રકાશભાઈ વાળા, અનિલભાઈ ચૂડાસમા, અલ્પેશભાઈ મકવાણા, મહેશભાઈ ડોડીયા, ભાવેશભાઈ કવા, કિરીટભાઈ ચિત્રોડા, અનિલભાઈ એમ ચુડાસમા નગરપાલિકા સદસ્ય મંજુલાબેન ચિત્રોડા તેમજ કારોબારી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ઉપસ્થિત તમામ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
બિપીન પાંધી