Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ પ્રાણ સૂટ એન્ડ શેરવાની કલેક્શન ખાતે ગુજરાતના સુપ્રસિદ્ધ કમાભાઈએ મુલાકાત લીધી સાવરકુંડલાના જાણીતા બિલ્ડર કરશનભાઈ ડોબરીયા સાથે પણ આનંદની પળો વિતાવી

ગતરોજ સાવરકુંડલા શહેરના મેઈન બજાર ખાતે આવેલ ખ્યાતનામ પ્રાણ સૂટ એન્ડ શેરવાણી કલેકશન ખાતે સમગ્ર ગુજરાતમાં જેણે ધૂમ મચાવી છે એવા યુવાવર્ગમાં સૌથી લોકપ્રિય એવા કોઠારીયાના કમાભાઈ પ્રાણ ટેઈલર સૂટ એન્ડ શેરવાણી ખાતે પધારેલ.. હવે પ્રાણ ટેઈલર સૂટ એન્ડ શેરવાણી કલેકશનની વાત કરીએ તો જેની ગણના માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ અમરેલી જિલ્લા ખાતેનું ખૂબ જાણીતું નામ  ગણી શકાય.
ખાસકરીને વરરાજા માટે સૌથી શ્રેષ્ઠ અને લેટેસ્ટ કલેક્શન શેરવાની કલેશન સાથે સાવરકુંડલામાં અવલ દરજ્જાનું કામ અને નામ ધરાવે છે.છેલ્લા દસ વરસથી સૂટ અને શેરવાની કલેક્શન ખાતે યુવા વર્ગમાં ખૂબજ લોકપ્રિય નામ ધરાવે છે.
અહી વરરાજાની તમામ ફેન્સી આઈટમો જેવી કે સૂટ શેરવાની જોધપુરી, થ્રી પિસ જોધપુરી સૂટ તેમજ ઈન્ડો વેસ્ટર્ન લેટેસ્ટ કલેક્શન વ્યાજબી  ભાવે વિવિધ પેકેજોમાં ભાડેથી ઉપલબ્ધ છે.
આજના લેટેસ્ટ ફેશન અને યુગ પ્રમાણે આજની જનરેશનને એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવું ખરુ તો. કદાચ એટલે જ ગતરોજ કમાભાઈ પણ અહીં પધાર્યા..
તો સાવરકુંડલા ખાતે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જેમનું અગ્રીમ હરોળમાં સ્થાન છે એવા બિલ્ડર કરશનભાઈ ડોબરીયાની સાથે પણ થોડી આનંદની પળો ગુજારી હતી.
બિપીન પાંધી  સાવરકુંડલા