પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામ તેમજ રતનપુર હિરપરી જુથ ગ્રામ પંચાયત ની હિરપરી, વાંકોલ, મેસરા,પ્રાથમિક શાળા તેમજ રતનપુર ગામનાં ધોરણ ૯ થી કોલેજ સુધીના તમામ બાળકો પ્રોત્સાહિત કરવા માટે નોટબુક તેમજ ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અભ્યાસ કરતા તમામ બાળકો અને તેમના વાલીઓ સહીત ઉપસ્થિત રહ્યા હતા સાથે જે દાતા શ્રી ઓ નોટ બુક વિતરણમાં પોતાનો સહયોગ આપ્યો હતો તેમજ ગામના , વડીલો, યુવાનો તેમજ યથા શક્તિ સહયોગ આપતાં તમામે તમામ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હિરપરી જુથ ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ લલ્લુભાઈ રાઠવા ના હસ્તે ઉપસ્થિત રહેલ વિધાર્થીઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગામના જાગૃત ઉત્સાહીત વડીલો યુવાનો તેમજ શિક્ષણ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

