સિંહણ તેના ચાર બચ્ચાં સાથે ગામમાં ઘુસી જતા ગામના પાલતુ પશુઓ સીમ ખેતરો તરફ દોટ મૂકી ભાગ્યા
જંગલોના રાજા સિંહ પરિવાર સાથે રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે એવા સમયમાં ખોરાક અને પાણીની શોધમાં સિંહો હવે જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં વિહરતા જોવા મળી રહ્યા છે. સાવરકુંડલાના જાબાળ ગામમાં પાંચ સિંહો ગત રાત્રીએ ગામમાં ઘુસી જતા ગામના પાલતુ પશુઓ ગામ મૂકીને સીમ તરફ દોટ મૂકી ભાગી છૂટ્યા હતા . રાત્રી ના ત્રણ કલાકે એક સિંહણ તેમના ચાર સિંહ બાળને લઈને જાબાળ ગામમાં આવી ચડી હતી ત્યારે રાત્રીના સમયે બહાર ગામથી આવી રહેલા જાબાળના પૂર્વ સરપંચ અને કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી ભુપેન્દ્રભાઈ ખુમાણના ઘર પાસે અફરા તફરી જોવા મળતા ભુપેન્દ્રભાઈએ તપાસ કરતાં અહીં સિંહણ પોતાના નાના નાના ચાર સિંહબાળને લઈને ગામની શેરીઓ લટાર મારી આંટા ફેરા કરી રહી હતી જેથી ગામના તમામ પશુઓ આ સિંહના ડરથી ગામ મૂકીને ભાગી છુટયા હતા ત્યારે ભુપેન્દ્રભાઈ ખુમાણના ઘર પાસેથી આ પશુઓ અને સિંહ પસાર થયાની ઘટના હાલ સામે આવી હતી ત્યારે મોડી રાત્રે ત્રણ કલાકે ગામમાં ધડબડાટી બોલતા ગામના લોકો પણ ભર ઉંઘમાંથી જાગી ગયા હતા ત્યારે આ ગામના પશુઓ સિંહની બીકે ભાગી જતા હાલ આ પશુઓને શોધવા સવારે માલધારીઓ કામે લાગી ગયા હતા ..