બે ટીંપા દરેક વાર બાળકની લઈએ દરકાર.
આજે 24 જૂન 2024 ના પોલિયો દિવસ નિમિત્તે 1 થી 5 વર્ષના બાળકોને પાલિયાના ટીપા પીવડાવવામાં આવ્યાં હતાં. ત્યારે ઉના શહેરમાં ટાવર ચોક ખાતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે બાળકોને પોલિયોના પીવડાવી શુભારંભ કર્યો હતો.
ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે. પરંતુ હજુ પણ કેટલાંક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. ત્યારે બાળકને દર વખતે પોલિયોના ટીપા પીવડાવી, ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં આપનું યોગદાન સાથે ઉના ટાવર ચોક ખાતે સવારે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે બાળકોને પોલિયોના ટીપા પીવડાવી શુભારંભ કર્યો હતો. જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી અને ઉના નગર પાલિકા પ્રમુખ પરેશભાઇ બાંભણીયા, તથા વિવિઘ વિસ્તારોમાં તમામ સભ્યો અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. અને બાળકોને પોલિયો પિવડાવી શુભારંભ કરેલ હતો. અને ઉના અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીનો સ્ટાફ પણ હાજર રહ્યા હતા.

