આટકોટના ગાયત્રી નગરમાં આવેલા તળાવમાં ઉનાળાની અસર દેખાઇ રહી છે અને પાણી ઓછું થઇ જતાં આ પાણી પર નભતી માછલીઓ મોતના મુખમાં ધકેલાઇ જવાની પૂરી સંભાવના છે.આટકોટના ગાયત્રી નગરના તળાવમાં પાણી ખૂટી જતાં થોડા પાણીમાં હજારો માછલીઓ તરફડી રહી છે. આ માછલીઓને સમયસર ભાદર નદીમાં ખસેડવામાં આવે તો આ માછલીઓ બચી શકે તેમ છે, અથવા તો તળાવમાં પાણી ભરવાની કોઇ વ્યવસ્થા કરવામાં આવે તો જ તેનો ઉકેલ આવી શકે તેમ છે.

