Sports

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે ટેસ્ટ સાથે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દીધું

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે ૬ જાન્યુઆરીએ પાકિસ્તાન સામે અંતિમ વાર ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરી ટેસ્ટ સાથે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું. ડેવિડ વોર્નરે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે ૧૧૨ ટેસ્ટ મેચ રમી છે અને ૨૦૫ ઈનિંગમાં તેણે ૪૪.૫૯ની એવરેજથી કુલ ૮૭૮૬ ટેસ્ટ રન બનાવ્યા છે. જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર ૩૩૫ નોટઆઉટ રહ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ડેવિડ વોર્નરની ટોપ ૫ શ્રેષ્ઠ ઈનિંગ્સ પર એક નજર કરીએ તો..

૧). ૩૩૫* દૃજ પાકિસ્તાન (૨૦૧૯)ની મેચમાં ડેવિડ વોર્નરે તેની ટેસ્ટ કરિયરની સૌથી બેસ્ટ ટેસ્ટ ઈનિંગ પાકિસ્તાન સામે હતી. વર્ષ ૨૦૧૯માં વોર્નરે પાકિસ્તાન સામે ૩૩૫ રન બનાવ્યા હતા, જે ટેસ્ટમાં તેનો બેસ્ટ સ્કોર છે, સાથે જ આ સ્કોર કોઈ પણ ઓસ્ટ્રેલિયન બેટરનો બીજાે સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર છે. વોર્નરે આ ઈનિંગમાં ૪૧૧ બોલ રમ્યા અને ૩૩૫* રન બનાવ્યા, જેમાં તેણે ૩૯ ચોગ્ગા અને ૧ છગ્ગા ફટકાર્યા એટલે બાઉન્ડ્રીથી કુલ ૧૬૨ રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ ૮૦થી વધુ રહ્યો હતો, ૨). ૨૫૩ દૃજ ન્યુઝીલેન્ડ (૨૦૧૫)ની મેચમાં ન્યુઝીલેન્ડ સામે ૨૫૩ રન વોર્નરની બીજી બેસ્ટ ઈનિંગ કહી શકાય. આ ઈનિંગ વોર્નર માટે ખૂબ જ ખાસ છે, કારણકે આ તેની ટેસ્ટ કારકિર્દીની પહેલી બેવડી સદી હતી. આ ઈનિંગમાં વોર્નરે ૨૮૬ બોલમાં ૨૫૩ રન બનાવ્યા હતા, જેમાં ૨૪ ચોગ્ગા અને ૨ છગ્ગા સામેલ હતા. આ ઈનિંગમાં વોર્નરનો સ્ટ્રાઈક રેટ ૮૮.૪૬ હતો, ૩).

૨૦૦ દૃજ દક્ષિણ આફ્રિકા (૨૦૨૨)ની મેચમાં આ બીજી બેવડી સદી છે જે વોર્નરે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બનાવી હતી અને તે ફરી એક ઝડપી ઈનિંગ હતી અને આ ઈનિંગ ગયા વર્ષે સ્ઝ્રય્ ખાતે રમાઈ હતી અને આ તેની અત્યાર સુધીની કારકિર્દીની છેલ્લી બેવડી સદી હતી. આ ઈનિંગમાં તેણે ૨૫૫ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા, ૪). ૧૮૦ દૃજ ભારત (૨૦૧૨)ની મેચમાં ભારત સામે ડેવિડ વોર્નરની આ ઈનિંગ તેની વન ઓફ ધ બેસ્ટ ટેસ્ટ ઈનિંગ રહી હતી. માત્ર ૧૫૯ બોલમાં વોર્નરે ૨૦ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૮૦ રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ ધમાકેદાર ૧૧૩.૨૧નો રહ્યો હતો અને ૫).

૧૪૫ દૃજ દક્ષિણ આફ્રિકા (૨૦૧૪)ની મેચમાં દક્ષિણ આફ્રિકામાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં ૧૫૬ બોલમાં ૧૪૫ રનની આ ઈનિંગ છેલ્લા દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં આ સર્વશ્રેષ્ઠ ઓવરસીઝ બેટિંગ પ્રદર્શનમાંની એક છે. આ મેચ વિનિંગ ઈનિંગમાં વોર્નરે ૧૩ ફોર અને ૪ સિક્સર ફટકારી હતી. ડેવિડ વોર્નરે ૨૦૧૪માં કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની આ ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *